top
દિવાળીને અનુલક્ષીને પોલીસ દ્વારા કોમ્બીંગ કરાયું
દિવાળી પર્વ નિમિત્તે શહેરમાં શાંતિ જાળવવા પોલીસ કમિશ્નરની સૂચનાથી ડીસીપી એન્ડ મેકવાનના અધ્યક્ષસ્થાને કુંભારવાડા અને બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું. દત્તનગર, એકતાનગર સહિતના વિસ્તારોમાં અધિકારીઓ, કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોએ પગપાળા પેટ્રોલિંગ કર્યું. કોમ્બિંગ દરમિયાન ગુનાઓમાં સંડોવાયેલા લોકોનું ચેકિંગ થયું અને 1 દારૂનો કેસ કરાયો. 67 વાહનો તપાસી 3 ડિટેન કરાયા. જાંબુવા અને તરસાલી ચેક પોસ્ટ પર પણ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.
Read full article on Gujaratsamachar