Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Gandhinagar: સિવિલ હોસ્પિટલમાંથી 10.23 લાખના સર્જરી સાધનોની ચોરી, સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ

📰 Sandesh 🕐 1 min read 📅 August 12, 2026 👁 6 views
Gandhinagar: સિવિલ હોસ્પિટલમાંથી 10.23 લાખના સર્જરી સાધનોની ચોરી, સેક્ટર-7 પોલીસ મથકે ફરિયાદ
ગાંધીનગર સ્થિત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદ અને સુરક્ષાના ગંભીર સવાલોના ઘેરાવામાં આવી છે. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દર્દીઓના હાડકાં અને સાંધાના ઓપરેશન માટે વપરાતા અત્યાધુનિક ઓર્થોસ્કોપી સર્જરી સાધનોની રહસ્યમય રીતે ચોરી થઈ ગઈ છે. જપ્ત/ગુમ થયેલા આ તબીબી સાધનોની કિંમત રૂ. 10.23 લાખ જેટલી અંકાયી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચોરી સાધનો ગુમ થયા હોવાની જાણ થતાં જ હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવવાને બદલે મામલો થાળે પાડવા અથવા આંતરિક કક્ષાએ શોધખોળ કરવા માટે એક વિશેષ 'તપાસ કમિટી'ની રચના કરવામાં આવી હતી. છેલ્લા ૩ મહિનાથી આ કમિટી હોસ્પિટલના વિવિધ વિભાગો અને સ્ટાફની પૂછપરછ કરી રહી હતી, પરંતુ સાધનોનો કોઈ પત્તો ન મળતાં આખરે ચોરી થઈ હોવાનું નિષ્કર્ષ સામે આવ્યું હતું.આંતરિક તપાસ કમિટીના અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આખરે સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસે રૂ. 10.23લાખના સાધનોની ચોરી અંગે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. ઓર્થોસ્કોપી સર્જરી સાધનોની ચોરી ઓપરેશન થિયેટર જેવા સુરક્ષિત અને ચોક્કસ સ્ટાફની અવરજવર વાળા વિસ્તારમાંથી આટલા મોંઘા સાધનો ચોરાઈ જવા પાછળ કોઈ અંદરના જ સ્ટાફ કે જાણ ભેદુ વ્યક્તિની સંડોવણી હોવાની પોલીસને પ્રબળ આશંકા છે. સેક્ટર-7 પોલીસની ટીમે હોસ્પિટલના ઓપરેશન થિયેટર આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવી, સિક્યુરિટી ગાર્ડ્સ તેમજ છેલ્લા 3-4 મહિનામાં ફરજ બજાવનાર કર્મચારીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે. આ પણ વાંચો:Ahmedabad: આનંદનગરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહના રિમાન્ડ ના-મંજૂર, કોર્ટે જેલ હવાલે કર્યો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan