crime
હિંમતનગરની ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગી:પવનથી ધુમાડો રોડ સુધી ફેલાયો, ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
હિંમતનગર નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ પર આજે ફરી આગ લાગી. પવનના કારણે ધુમાડો નજીકના રોડ સુધી ફેલાયો હતો. વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. આગની જાણ થતાં નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી. ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. કચરામાંથી નીકળતા ધુમાડાને કારણે આસપાસના વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ હતું. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના મયંક પટેલે ફોન પર જણાવ્યું કે ડમ્પિંગ સાઇટ પર છેલ્લા સાત દિવસથી આગ લાગવાની સમસ્યા છે. ફાયર વિભાગ સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યો છે. આજે પણ પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. પવનના કારણે ધુમાડો આસપાસના વિસ્તારમાં અને રોડ સુધી ફેલાયો હતો. ડમ્પિંગ સાઇટ પર વારંવાર આગ લાગતી હોવાથી તેનો કાયમી ઉકેલ લાવવાની જરૂર છે. ધુમાડાથી આસપાસના લોકો અને રોડ પરથી પસાર થતા વાહનચાલકોના આરોગ્ય તથા સલામતી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.
Read full article on Divya Bhaskar