Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

લિંબાયતના ટ્રક ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો:10 વર્ષથી નાસતા ફરતા બિશ્નોઈ ગેંગના કુખ્યાત સાગરીતને રાજસ્થાનથી સુરત ક્રાઈમ બ્રાંચે દબોચ્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 1, 2026 👁 5 views
લિંબાયતના ટ્રક ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો:10 વર્ષથી નાસતા ફરતા બિશ્નોઈ ગેંગના કુખ્યાત સાગરીતને રાજસ્થાનથી સુરત ક્રાઈમ બ્રાંચે દબોચ્યો
સુરત શહેરમાંથી વાહનોની ચોરી કરી નાસી છૂટતાં અસામાજિક તત્વો અને વોન્ટેડ ગુનેગારોને ઝડપી પાડવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી સઘન ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક દાયકા પૂર્વે થયેલી ટ્રક ચોરીના ગુનામાં નાસતા ફરતા અને કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ ૭૦ મુજબ વોન્ટેડ જાહેર થયેલા બિશ્નોઈ ગેંગના સક્રિય સાગરીતને ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના ઝાલોર જિલ્લામાંથી દબોચી લીધો છે. આરોપી ધરપકડથી બચવા માટે છેલ્લા ૧૦ વર્ષથી પોતાના વતનમાં ઓળખ છુપાવીને રહેતો હતો. ગોડાદરા રો-હાઉસ પાસેથી થઈ હતી ટ્રકની ચોરી ઘટનાની વિગતો મુજબ વર્ષ 2016 દરમિયાન સુરતના લિંબાયત-ગોડાદરા વિસ્તારમાં નહેર કિનારે આવેલા ધાર્મી એપાર્ટમેન્ટ સામે, દેવી કૃપા રો-હાઉસ પાસેથી જાહેર રોડ પર પાર્ક કરેલી એક ટ્રકની અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા. આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન આ ચોરીમાં શ્રવણકુમાર હરીરામ બગડુરામ બિશ્નોઈની સંડોવણી સામે આવી હતી. જોકે, ગુનો આચર્યા બાદથી જ આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર રહેતાં અદાલતે તેને ફરારી જાહેર કરી સીઆરપીસી કલમ-70 હેઠળનું વોરંટ જારી કર્યું હતું. રાજસ્થાનના ઝાલોરમાં ક્રાઇમ બ્રાન્ચનો છાપો સુરત ક્રાઇમ બ્રાન્ચની જનરલ સ્કોડના જવાનો નાસતા ફરતા ગુનેગારોની માહિતી એકત્ર કરી રહ્યા હતા તે દરમિયાન બાતમીદારો મારફતે ચોક્કસ હકીકત મળી હતી કે આ આરોપી રાજસ્થાન સ્થિત પોતાના વતનમાં હાજર છે. ચોક્કસ બાતમી મળતાં જ ક્રાઇમ બ્રાન્ચની એક વિશેષ ટીમ તાત્કાલિક રાજસ્થાન રવાના થઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટીમે ઝાલોર જિલ્લાના રાણીવાડા તાલુકાના કરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ડીગામ ખાતે 'જાગઉકી ઘાણી'માં દરોડો પાડ્યો હતો અને ૩૬ વર્ષીય શ્રવણકુમાર હરીરામ બિશ્નોઈને કોર્ડન કરી ઝડપી લીધો હતો. નડિયાદ રૂરલમાં પણ ગુનાહિત ઇતિહાસ ઝડપાયેલા આરોપી શ્રવણકુમાર બિશ્નોઈએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, વર્ષ 2016માં તેણે અન્ય સાગરિતો સાથે મળીને સુરતમાંથી ટ્રકની ચોરી કરી હતી અને પોલીસના ડરથી તે છેલ્લા એક દાયકાથી રાજસ્થાનમાં ખેતીકામ અને છૂટક મજૂરી કરીને દિવસો પસાર કરતો હતો. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપી સામે અગાઉ ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબ્જો આગળની કાયદેસરની કસ્ટડી અને રિમાન્ડની પ્રક્રિયા અર્થે લિંબાયત પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan