crime
જામનગરમાં પાડોશી પર 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો આરોપ:ફરિયાદ બાદ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો, આરોપીની ધરપકડ
જામનગરની નંદનવન સોસાયટીમાં 13 વર્ષની બાળકી સાથે વારંવાર દુષ્કર્મ થયાનો આરોપ છે. પોલીસે પાડોશી આરોપી ની ધરપકડ કરી છે. પરિવારની ફરિયાદ મુજબ, બાળકી આરોપીની દીકરી સાથે રમવા તેના ઘરે જતી હતી. આ દરમિયાન તેની સાથે દુષ્કર્મ થયું હોવાનો આરોપ છે. બાળકીના પરિવારજનોએ જામનગરના સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની પૂછપરછ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. જામનગર ગ્રામ્યના ઇન્ચાર્જ ડીવાયએસપી પિયુષ વાંદાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.
Read full article on Divya Bhaskar