crime
હિંમતનગરવાસીઓને ટ્રાફિકમાંથી મોટી રાહત મળશે:હાથમતી વિયર બ્રિજનું પેવરનું કામ પૂર્ણ: તહેવારોમાં લોકાર્પણ
હિંમતનગરના ખેડતસિયા અને ઇડર સ્ટેટ હાઇવેને જોડતાં મહત્વપૂર્ણ હાથમતી વિયર બ્રિજનું લગભગ તમામ પ્રકારનું કામ પૂર્ણ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવાળીના તહેવારો દરમિયાન આ બ્રિજનું લોકાર્પણ થશે. આ નવો પુલ ખુલ્લો મૂકાવાથી શહેરની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. હાથમતી વિયર બ્રિજની કુલ લંબાઈ 210 મીટર અને પહોળાઈ 16 મીટર છે. રાહદારીઓની સુવિધા માટે બ્રિજની બંને બાજુ ફૂટપાથ બનાવવામાં આવ્યા છે તેમજ રાત્રે રોશની માટે લાઇટીંગના પોલ પણ નાખી દેવામાં આવ્યા છે. મૂળ આયોજન મુજબ આ બ્રિજ વર્ષ 2024માં જ પૂર્ણ કરવાનો હતો, પરંતુ હાથમતી નદીમાં સતત વહેતા પાણી અને કુદરતી અવરોધોના કારણે વારેવારે કામગીરી અટકાવવી પડી હતી. આ કારણોસર નિર્ધારિત સમય કરતાં મોડું થતાં હવે આ બ્રિજ 2026માં સંપૂર્ણ રીતે તૈયાર થયો છે.
Read full article on Divya Bhaskar