crime
શાળા સંચાલકને મુક્ત કરવા અને આચાર્ય સામે કાર્યવાહીની કલેક્ટરની સૂચના:ધનસુરામાં મધ્યાહન ભોજન ગેરરીતિ બદલ નાયબ મામલતદાર સસ્પેન્ડ
અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ ધનસુરા પ્રાથમિક શાળા નંબર 1 ખાતે શૈક્ષણિક વ્યવસ્થા અને મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણમાં ગંભીર ગેરરીતિઓ સામે આવતાં કલેક્ટરે જવાબદાર નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, કલેક્ટરે મધ્યાહન ભોજન યોજનાના સંચાલકને તાત્કાલિક અસરથી દૂર કરવા મામલતદારને આદેશ આપ્યો હતો, જ્યારે શાળાના આચાર્ય સામે પણ નિયમોનુસાર કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગને સૂચના આપી હતી. કલેક્ટરના આ કડક વલણને પગલે જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા લોકો અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કલેક્ટર મિલિન્દ બાપનાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ સ્વચ્છ, સુરક્ષિત અને નિયમોનુસારનું ભોજન ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવું તંત્રની પ્રાથમિક જવાબદારી છે. સરકારી યોજનાઓના અમલીકરણમાં કોઈપણ પ્રકારની બેદરકારી કે ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં અને જવાબદારો સામે કડક પગલાં ભરાશે.
Read full article on Divya Bhaskar