Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો

📰 Abp News 🕐 1 min read 📅 October 27, 2026 👁 2 views
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat agricultural loan interest relief: ગુજરાત એક કૃષિપ્રધાન રાજ્ય છે અને ખેડૂતો રાજ્યના આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન છે. ખેતીમાં આવતા ખર્ચાઓ અને હવામાનની અનિશ્ચિતતાઓ વચ્ચે ધરતીપુત્રોને આર્થિક પીઠબળ પૂરું પાડવા માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને આનંદના સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે સહકારી બેન્કો દ્વારા અપાતા કૃષિ ધિરાણ પર 2 ટકા વ્યાજ માફી આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણય અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોને સહકારી બેન્કોના સ્વભંડોળમાંથી અપાતા ધિરાણ પર આ 2 ટકા વ્યાજ રાહત આપવામાં આવશે. આ વિશેષ યોજના માટે રાજ્ય સરકારે કુલ 174.07 કરોડ રૂપિયાની તોતિંગ સહાય મંજૂર કરી દીધી છે. સરકારના આ ખેડૂતલક્ષી નિર્ણયથી રાજ્યના અંદાજે 10 લાખથી વધુ ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે અને ખેતી ખર્ચમાં મોટી રાહત મળશે. ખેડૂતોને બિયારણ, ખાતર અને અન્ય કૃષિ સાધનોની ખરીદી માટે સમયસર અને સસ્તા દરે લોન મળી રહે તે માટે સરકાર પૂર્ણપણે કટિબદ્ધ છે. આ યોજનાનો લાભ લેવા માટેની સમયમર્યાદા પણ સ્પષ્ટ કરવામાં આવી છે. જે ખેડૂતોએ 1 એપ્રિલ, 2025 થી 30 સપ્ટેમ્બર, 2025 ના સમયગાળા દરમિયાન બેન્કમાંથી ટૂંકી મુદતનું ધિરાણ લીધું હશે, તેમને જ આ 2 ટકા વ્યાજ રાહતનો સીધો લાભ આપવામાં આવશે. માત્ર 7 ટકાના સામાન્ય વ્યાજદરે મળશે કૃષિ ધિરાણ જો આપણે ભૂતકાળના આંકડાઓની વાત કરીએ તો, અગાઉના સમયમાં મોટાભાગની સહકારી બેન્કો ખેડૂતો પાસેથી 10 ટકાથી લઈને 13 ટકા જેટલો ઘણો ઊંચો વ્યાજદર વસૂલતી હતી. આટલા ઊંચા વ્યાજના દરને કારણે ખેતી કરવી મોંઘી પડતી હતી અને ખેડૂતો પર આર્થિક બોજો ખૂબ વધી જતો હતો. ખેડૂતોને દેવાના ડુંગરમાંથી બચાવવા માટે રાજ્ય સરકારે અગાઉ વર્ષ 2009-10 થી 2 ટકા વ્યાજ રાહત યોજના અમલમાં મૂકી હતી. આ યોજનાના સફળ અને યોગ્ય અમલીકરણના પરિણામે આજે ગુજરાતના ખેડૂતોને માત્ર 7 ટકાના સાવ સામાન્ય અને રાહત દરે પાક ધિરાણ ઘરઆંગણે ઉપલબ્ધ થઈ રહ્યું છે. સામાન્ય રીતે રાષ્ટ્રીયકૃત બેન્કોની સરખામણીમાં સહકારી બેન્કોનું ફંડ થોડું મોંઘુ પડતું હોય છે. તેમ છતાં, જગતના તાત પર વ્યાજનો કોઈ વધારાનો બોજો ન પડે તે માટે રાજ્ય સરકાર એ તફાવતની રકમ વ્યાજ સહાય તરીકે પોતાના ખજાનામાંથી બેન્કોને ચૂકવીને ખેડૂતોને મોટી રાહત આપે છે. ત્રિ-સ્તરીય સહકારી માળખું અને નાના ખેડૂતોને સીધો ફાયદો ગુજરાત રાજ્યમાં સહકારી કૃષિ ધિરાણનું માળખું ખૂબ જ મજબૂત, વ્યવસ્થિત અને ત્રિ-સ્તરીય ધોરણે ગોઠવાયેલું છે. રાજ્યમાં 1 મુખ્ય રાજ્ય સહકારી બેન્ક, 18 જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કો અને 10,900 થી પણ વધુ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) સક્રિય રીતે કાર્યરત છે. આટલું વિશાળ નેટવર્ક છેવાડાના ગામડાના ખેડૂતોને પણ તેમના ઘરઆંગણે જ તમામ નાણાકીય સેવાઓ અત્યંત સરળતાથી પૂરી પાડે છે. આ ત્રિ-સ્તરીય સહકારી નેટવર્ક દ્વારા રાજ્યના 10 લાખથી વધારે ખેડૂતો દર વર્ષે ટૂંકી મુદતનું કૃષિ પાક ધિરાણ મેળવી રહ્યા છે. આંકડાકીય દ્રષ્ટિએ સૌથી મહત્વની વાત એ છે કે, આ ધિરાણ વ્યવસ્થા સાથે જોડાયેલા કુલ ખેડૂતોમાં લગભગ 33 ટકા જેટલા ખેડૂતો નાના અને સીમાંત વર્ગના છે. સરકારની આ 2 ટકા વ્યાજ માફીની જાહેરાત આવા નાના ખેડૂતો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થશે અને તેઓને દેવામુક્ત કરવામાં મદદરૂપ થશે. આજના આધુનિક સમયમાં પણ રાજ્યની અનેક એવી નાની ગ્રામ પંચાયતો અને અંતરિયાળ ગામડાંઓ છે, જ્યાં હજુ સુધી મોટી રાષ્ટ્રીયકૃત કે ખાનગી બેંકો પોતાની શાખાઓ પહોંચાડી શકી નથી. આવા અંતરિયાળ વિસ્તારોમાં વસતા ખેડૂતો માટે નાણાકીય ધિરાણ મેળવવાનો એકમાત્ર અને મુખ્ય આધાર આ સહકારી માળખું જ છે. સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી લાખો ખેડૂતોને આર્થિક રક્ષણ મળશે અને સાથે સાથે રાજ્યનું સહકારી માળખું પણ આર્થિક રીતે વધુ સક્ષમ અને સુદ્રઢ બનશે.
Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan