Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ઉનાના સરપંચ પર જીવલેણ હુમલો કરનાર 2 આરોપી ઝડપાયા:4 ઘરફોડ ચોરીના ભેદ પણ ઉકેલાયા, દિવાળી પૂર્વે સુરત પોલીસની કડક કાર્યવાહી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 26, 2026 👁 2 views
ઉનાના સરપંચ પર જીવલેણ હુમલો કરનાર 2 આરોપી ઝડપાયા:4 ઘરફોડ ચોરીના ભેદ પણ ઉકેલાયા, દિવાળી પૂર્વે સુરત પોલીસની કડક કાર્યવાહી
દિવાળીના તહેવારો ટાણે સુરત શહેરમાં સક્રિય થયેલા રીઢા ગુનેગારો સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. ચોકબજાર પોલીસે બાતમીના આધારે વેડરોડ પરથી ગીર સોમનાથના ઉના તાલુકાના સરપંચ પર જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયેલા બે કુખ્યાત આરોપીઓને દબોચી લીધા છે. આ બંને શખ્સો પાસેથી ₹1.24 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસે સુરત, ભાવનગર અને મહુવામાં આચરેલી 4 મોટી ઘરફોડ ચોરીઓના ગુના પણ ઉકેલી કાઢ્યા છે. બહુચરાજી મંદિર પાસેથી બંને આરોપી રાઉન્ડ-અપ ડીસીપી રાઘવ જૈને જણાવ્યું હતું કે, ચોકબજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એ. રાઠવા અને પીએસઆઈ વી.ટી. ડોડીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એએસઆઈ હિરેન અને હેડ કોન્સ્ટેબલ પિયુષને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી વેડરોડ નાની બહુચરાજી મંદિર પાસેથી પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બે શખ્સોને રાઉન્ડ-અપ કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પરેશ ઉર્ફે પારિયો જીલુ મકવાણા (ઉં.વ. 23, રહે. સૂર્યકિરણ એપાર્ટમેન્ટ, વેડરોડ, સુરત; મૂળ ગામ: ગાંગળા, ઉના, ગીર સોમનાથ) અને તુષાર ઉર્ફે આહણીયો દિનેશ આણિયા (ઉં.વ. 19, રહે. સાંઈ વિરજા એપાર્ટમેન્ટ, વેડરોડ, સુરત; મૂળ ગામ: ટીંબી, ઉમરાળા, ભાવનગર)નો સમાવેશ થાય છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, મર્ડરથી માંડી પાસા સુધીની સંડોવણી પોલીસ તપાસમાં બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. આરોપી પરેશ ઉર્ફે પારિયા વિરુદ્ધ અગાઉ ચોરી, ઘરફોડ અને મારામારી જેવા ત્રણ ગંભીર ગુના નોંધાયેલા છે તેમજ તેના પર બે વખત પાસા પણ થઈ ચૂકી છે. જ્યારે આરોપી તુષાર વર્ષ 2024માં સગીર હતો ત્યારે તેની સામે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. મુક્ત થયા બાદ પણ તેણે ગુનાખોરીનો માર્ગ ચાલુ રાખી સુરતના કાપોદ્રા અને ઉત્રાણ વિસ્તારમાં બે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. સરપંચ પર હુમલો સહિત અન્ય 5 ગુનાઓની કબૂલાત રૂ. 1.24 લાખનો મુદ્દામાલ જપ્ત, રિમાન્ડ મેળવી તપાસ તેજ ડીસીપી રાઘવ જૈને જણાવ્યું કે, ચોકબજાર પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ. 25,000 રોકડા તેમજ ગુનામાં વપરાયેલું રૂ. 99,000ની કિંમતનું ટુ-વ્હીલર કબજે કરી કુલ રૂ. 1,24,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલ કોર્ટમાંથી બંને આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મેળવીને ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સરપંચ પર હુમલો કરવા પાછળનો ચોક્કસ હેતુ અને અન્ય કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan