Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

પાટણમાં કતલખાના-માંસની દુકાનો 4 મહિના માટે બંધ કરાવતા હાઈકોર્ટમાં અરજી:કોર્ટે કહ્યું- 30 લોકોને રોજીથી કેવી રીતે દૂર રાખી શકાય? ચીફ ઓફિસરે કયા કાયદા હેઠળ દુકાનો બંધ કરાવી?

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 27, 2026 👁 3 views
પાટણમાં કતલખાના-માંસની દુકાનો 4 મહિના માટે બંધ કરાવતા હાઈકોર્ટમાં અરજી:કોર્ટે કહ્યું- 30 લોકોને રોજીથી કેવી રીતે દૂર રાખી શકાય? ચીફ ઓફિસરે કયા કાયદા હેઠળ દુકાનો બંધ કરાવી?
ગુજરાત હાઇકોર્ટમાં પાટણથી વિવિધ અરજદારો દ્વારા જુદી જુદી અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં કતલખાના ચલાવતા લોકો અને માંસનું વેચાણ કરતા દુકાનદારોનો સમાવેશ થાય છે. પહેલી અરજી રાધનપુર નગરપાલિકા સામે કરવામાં આવી છે જેમાં અરજદારોએ જણાવ્યું છે. 30 જેટલા લોકોને 4 મહિના દુકાનો બંધ રાખવા નગરપાલિકા આદેશ કર્યો છે. કારણ કે તે વિસ્તારમાં કોઈ ધાર્મિક મુનિ આવવાના હતા. 30 લોકોને 4 મહિન કેવી રીતે રોજીથી દૂર રાખી શકાય? હાઇકોર્ટે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પર્યુષણ પર્વ પૂરતી માંસની દુકાનો બંધ કરાવી શકાય. પરંતુ 30 લોકોને 4 મહિન કેવી રીતે રોજીથી દૂર રાખી શકાય? લોકોને ખાવાની ટેવ પ્રત્યે ગમો કે અણગમો હોય, પરંતુ તેને બીજા લોકો ઉપર થોપી શકાય નહીં. જેટલા દિવસો દુકાન બંધ થઈ છે તેનું નુકશાન નગરપાલિકા આપશે? કાલે તમે કહેશો કે કોઈ એક મહિનામાં આવા રંગના જ કપડા પહેરો! ચીફ ઓફિસર જણાવે કે કયા કાયદા હેઠળ તેઓએ દુકાનો બંધ કરાવી? કતલખાના માટે મંજૂરીઓ મેળવવામાં આવે છે બીજી અરજીઓ કેટલાક અરજદારો દ્વારા પાટણ નગરપાલિકા સામે કરવામાં આવી છે. જે મુજબ નગરપાલિકામાં તમામ પ્રકારના કતલખાના અને માંસના વેચાણ ઉપર પ્રતિબંધ મુકાયો હોવાની રજૂઆત કરાઈ હતી. અરજદારે જણાવ્યું હતું કે કતલખાના માટે મંજૂરીઓ મેળવવામાં આવે છે, તેવી જ રીતે દુકાન માટે પણ મંજૂરી મેળવવામાં આવે છે. જેમાં દુકાનોમાં 2 મોટા પ્રાણી, 10 નાના પ્રાણી અને 50 મરઘીઓ મારવા મંજૂરી હોય છે. નગરપાલિકા તેઓને NOC આપતું નથી જો કે કેટલાક અરજદારો પાસે fssai ની મંજૂરી નથી. જેથી દુકાનો બંધ કરવા કહેવાયું છે. આથી દુકાનદારોએ fssai માટે એપ્લાય કર્યું. તેઓને મંજૂરી આપવામાં લોકલ ઓથોરિટીનું NOC જોઈએ. પરંતુ કતલ બાદના કચરાના નિકાલને લઈને નગરપાલિકા તેઓને NOC આપતું નથી અને માંસની દુકાનો પાસે fssai લાયસન્સ નથી તેમ કહીને દુકાનો બંધ કરાવાઈ છે. દુકાનદારો દ્વારા વધેલો કચરો રોડ ઉપર ફેંકાય છે જ્યારે આ અરજી કોર્ટમાં પેન્ડિંગ છે, ત્યારે નગરપાલિકાએ લેટર જાહેર કર્યો કે 17 શરતો પાળો તો NOC મળે. કોર્ટે કહ્યું હતું કે લાયસન્સ ન હોય તો તેને બંધ કરાવવાનું કામ fssai નું છે. નગરપાલિકાનું આ કામ નથી. શું પાટણમાં રોડ રસ્તા બરોબર છે એટલે નગરપાલિકા પાસે આ એક જ કામ છે? નગરપાલિકાએ કહ્યું હતું કે કતલખાના અને માંસના દુકાનદારો દ્વારા વધેલો કચરો રોડ ઉપર ફેંકાય છે, ગટરો ઉભરાય છે અને લોહીથી રસ્તા ખરડાય છે. વ્યક્તિગત પસંદ અને નાપસંદ કાયદા ઉપર લાગુ પડે નહીં જેથી કોર્ટે કહ્યું હતું કે હા સ્વચ્છતાને લઈને તમે ચોક્કસ પગલા ભરી શકો, પરંતુ તે બાબત રેકોર્ડ ઉપર લાવો. વ્યક્તિગત પસંદ અને નાપસંદ કાયદા ઉપર લાગુ પડે નહીં. વળી 17 શરતોમાં નગરપાલિકા ઇવે બિલ કે GST નંબર કેવી રીતે માંગી શકે? દુકાનો બંધ રહેવાથી તેઓના જીવન યાપનનો પ્રશ્ન બને છે. નોટિસો દુકાનદારોને આપી છે? અરજદારે જણાવ્યું હતું કે, અમુકને અરજદારો પાસે fssai નું લાયસન્સ છે, તો પણ દુકાનો બંધ કરાવી દેવાઈ છે. Fssai એ કાગળિયા માંગ્યા 7 દિવસમાં અને 7 મહિને કશું કર્યું નથી. નગરપાલિકાએ કહ્યું હતું કે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં તેઓને રોડ ઉપર ગંદકી થવાની ફરિયાદ મળી હતી. જેથી કોર્ટે કહ્યું હતું કે તેનાથી શું? તમે કાયદા મુજબની પ્રક્રિયા વગર દુકાનો સીલ કરી શકો નહીં. શું તમે સ્વચ્છતા નહીં પાળો તો દુકાનો સીલ કરાશે, તેવી નોટિસો દુકાનદારોને આપી છે? કલેક્ટર કહે તો પણ કાયદાકીય પ્રક્રિયા અનુસર્યા વગર તમે કઈ કરી ના શકો. આ મુદ્દે વધુ કાર્યવાહી 4 નવેમ્બરે યોજાશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan