Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

અકવાડા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ:પોલીસે દરોડો પાડી રૂ. 6.34 લાખનો મુદામાલ કબ્જે કર્યો, આરોપી ફરાર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 26, 2026 👁 2 views
અકવાડા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ:પોલીસે દરોડો પાડી રૂ. 6.34 લાખનો મુદામાલ કબ્જે કર્યો, આરોપી ફરાર
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અકવાડા ગામમાં આવેલી બળવંતરાય સોસાયટીના રહેણાંકના મકાનમાં રેડ પાડી પાર્ક કરેલી કારમાંથી વિદેશી દારૂની 384 બોટલ ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી દારૂ, કાર મળી રૂ.6.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે રેડ દરમિયાન અકવાડાનો શખ્સ ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચે ઘોઘારોડ પોલીસ મથકમાં શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાવી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. પોલીસે કારની તલાશી લેતા દારૂનો જથ્થો મળી આવ્યો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન બાતમી મળી હતી કે, વિજયસિંહ વનરાજસિંહ ગોહિલ તેના રહેણાંક મકાનના ફળિયામાં બહારથી વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. દારૂનો જથ્થો તેને તેના કબજો ભોગવટાની કારમાં રાખ્યો છે. જે બાતમી આધારે પોલીસે મકાનમાં રેડ કરી પાર્ક કરેલી કારની તલાશી લીધી હતી. દરમિયાન કારમાંથી વિદેશી દારૂની 384 બોટલ (કિ.રૂ.1,34,400) મળી આવતા પોલીસે દારૂ, કાર મળી કુલ રૂ.6,34,000 નો મુદામાલ કબ્જે કર્યો હતો. જોકે, ક્રાઇમ બ્રાન્ચની રેડ દરમિયાન શખ્સ હાજર મળી આવ્યો ન હતો. બનાવ સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચે ઘોઘારોડ પોલીસ મથકમાં શખ્સ વિરુદ્ધ પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan