Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
business

મસ્કના ગ્રોકે બનાવી 7 મિનિટની AI ફિલ્મ:ગ્રીકની પ્રાચીન સ્ટોરી હોમરની ઓડિસી પર આધારિત છે ફિલ્મ; યુઝર્સ બોલ્યા- વિઝ્યુઅલ્સ સારા, પરંતુ સંવાદ નિર્જીવ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 26, 2026 👁 2 views
મસ્કના ગ્રોકે બનાવી 7 મિનિટની AI ફિલ્મ:ગ્રીકની પ્રાચીન સ્ટોરી હોમરની ઓડિસી પર આધારિત છે ફિલ્મ; યુઝર્સ બોલ્યા- વિઝ્યુઅલ્સ સારા, પરંતુ સંવાદ નિર્જીવ
મસ્કના AI પ્લેટફોર્મ 'ગ્રોક' એ ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. મસ્કે થોડા સમય પહેલાં દાવો કર્યો હતો કે તેઓ વર્ષના અંત સુધીમાં એક સંપૂર્ણ લંબાઈની AI ફિલ્મ બનાવશે. તે વચનના ત્રણ મહિના બાદ 'ગ્રોક ઇમેજિન'ના X હેન્ડલ પરથી 7 મિનિટનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. કંપની તેને પોતાની 'ઓડિસી' શ્રેણીનો પ્રથમ એપિસોડ જણાવી રહી છે, જે પ્રાચીન ગ્રીકના પ્રસિદ્ધ મહાકાવ્ય હોમરની ઓડિસી પર આધારિત છે. વીડિયોના દૃશ્યો તો શાનદાર છે, પરંતુ દર્શકોને તે ખાસ પસંદ આવી રહ્યો નથી. લોકો તેને નિર્જીવ, કંટાળાજનક અને માનવીય લાગણીઓથી સાવ દૂર ગણાવી રહ્યા છે. ફિલ્મ બનાવવાની રીત 7 મિનિટની આ શોર્ટ ફિલ્મ 'વંડર સ્ટુડિયોઝ' અને દિગ્દર્શક દેવ વોકર સાથે મળીને બનાવવામાં આવી છે. તેને xAIના ટૂલ 'ગ્રોક ઇમેજિન'થી જનરેટ કરવામાં આવી છે. જોકે, xAIએ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે ફિલ્મની વાર્તા, દૃશ્યો, અવાજ અને કેમેરા વર્ક વાસ્તવમાં કેવી રીતે તૈયાર કરવામાં આવ્યા. 7 મિનિટના વીડિયોમાં શું છે? વીડિયોની શરૂઆત ગ્રીક હીરો ઓડિસિયસથી થાય છે, જે ટ્રોજન યુદ્ધ માટે જવાની તૈયારી કરી રહ્યો છે. તેમાં તેની પત્ની પેનેલોપ તેને યુદ્ધમાં જવા માટે કહે છે. ગ્રીક જહાજો સમુદ્રમાં રવાના થતા જોવા મળે છે અને તેમનો પુત્ર ટેલેમેકસ યુદ્ધની તાલીમ લેતો નજરે પડે છે. વીડિયોના કેટલાક દૃશ્યો જોવામાં ખૂબ જ વાસ્તવિક લાગે છે. સમુદ્રમાં જહાજોના શોટ્સ એટલા શ્રેષ્ઠ છે કે પહેલી નજરે કોઈપણ વ્યક્તિ તેમને વાસ્તવિક શૂટિંગ સમજી શકે છે. તેમાં નેરેટર અને પાત્રો સામાન્ય બ્રિટિશ લહેજામાં બોલે છે, જે કોઈ વીડિયો ગેમ જેવું લાગે છે. આ ફિલ્મ ક્રિસ્ટોફર નોલન સાથેના વિવાદ સાથે જોડાયેલી છે ગ્રોકની આ AI ફિલ્મનું કનેક્શન હોલિવૂડના જાણીતા દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલન સાથે જોડાયેલા એક વિવાદ સાથે પણ છે. આ જ વર્ષે જુલાઈમાં નોલને 'ધ ઓડિસી' ફિલ્મ રિલીઝ કરી હતી. નોલનની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ, જેણે મહિનાઓ સુધી IMAX થિયેટરોને હાઉસફુલ રાખ્યા અને તે ઓસ્કરની રેસમાં પણ સૌથી આગળ ચાલી રહી છે. આ ખૂબ મોટા બજેટનો પ્રોજેક્ટ હતો, જેને 6 અલગ-અલગ દેશોમાં હજારો ક્રૂ મેમ્બર્સ સાથે શૂટ કરવામાં આવ્યો હતો. નોલનની ફિલ્મમાં નોન-વ્હાઇટ અને ટ્રાન્સજેન્ડર કલાકારોને કાસ્ટ કરવા બદલ એલોન મસ્કે તેમની ટીકા કરી હતી. તેના જવાબમાં, ગ્રોકના AI વર્ઝનમાં માત્ર 'મસ્કની પસંદગીવાળા' સ્કિન ટોન ધરાવતા પાત્રો જ રાખવામાં આવ્યા છે. બીજી તરફ, નોલન પોતાને ટેક્નોલોજી પર વધુ ભરોસો ન રાખનાર વ્યક્તિ ગણાવે છે અને તેમણે AIના આ પ્રકારના ઉપયોગની ખુલ્લેઆમ ટીકા કરી છે. લોકોને આ ફિલ્મ કેમ પસંદ નથી આવી રહી? લોકોનું કહેવું છે કે તેમાં ન તો કોઈ ભાવનાઓ છે અને ન તો માનવીય સર્જનાત્મકતા. સંવાદો એકદમ નિર્જીવ છે અને નેરેશન ખૂબ લાંબું તથા કંટાળાજનક છે. નોલનની 3 કલાકની ફિલ્મ જ્યાં લોકોને બાંધી રાખે છે, ત્યાં ગ્રોકના 7 મિનિટના વીડિયોથી જ લોકો કંટાળવા લાગ્યા. X પર ઘણા યુઝર્સે તેને નબળી ગુણવત્તાવાળું કન્ટેન્ટ ગણાવ્યું અને તેની તુલના કોઈ કંટાળાજનક વીડિયો ગેમના કટસીન સાથે કરી. મસ્કની સંપૂર્ણ ફિલ્મ ક્યારે આવશે, તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ એટલું નક્કી છે કે AIને માનવીય કલાકારો અને દિગ્દર્શકોનું સ્થાન લેવામાં હજુ ઘણો સમય લાગશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan