Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

700થી વધુ પ્રદર્શકો અને MSME માટે ઉત્તમ તક:VCCI દ્વારા ત્રણ દિવસ માટે રાષ્ટ્રીય કક્ષાના VCCI એક્સ્પોનું આયોજન, 2 લાખથી વધુ મુલાકાતીઓ આવશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 26, 2026 👁 2 views
700થી વધુ પ્રદર્શકો અને MSME માટે ઉત્તમ તક:VCCI દ્વારા ત્રણ દિવસ માટે રાષ્ટ્રીય કક્ષાના VCCI એક્સ્પોનું આયોજન, 2 લાખથી વધુ મુલાકાતીઓ આવશે
વડોદરા ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી - VCCI દ્વારા 12મા રાષ્ટ્રીય કક્ષાના ઔદ્યોગિક પ્રદર્શન VCCI એક્સ્પો 2026નું ભવ્ય આયોજન આગામી 24થી 27 ડિસેમ્બર, 2026 દરમિયાન વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ પાસે આવેલા નવલખી મેદાન ખાતે કરવામાં આવશે. વડોદરામાં નાના ઉદ્યોગોથી માંડી મોટા ઉદ્યોગો પોતાની પ્રોડક્ટનું પ્રદર્શન કરી શકે તે માટેનું ઉત્તમ તક છે. આ એક્ઝિબિશનમાં ભારત તેમજ વિદેશના પ્રદર્શકો ભાગ લેશે. 700થી વધુ પ્રદર્શકો ભાગ લેશે આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં VCCIના પ્રમુખ અને એક્ઝિબિશનના ચેરમેન હિમાંશુ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ચાર દિવસીય ઔદ્યોગિક મેળામાં ભારત અને વિદેશના 700થી વધુ પ્રદર્શકો ભાગ લેશે. જેમાં 27થી વધુ ઔદ્યોગિક ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ જોવા મળશે અને 2 લાખથી વધુ વ્યવસાયિક મુલાકાતીઓ આવે એવી અપેક્ષા છે. આ એક્ઝિબિશન 9 લાખ ચોરસ ફુટથી વધુ જગ્યામાં 17થી વધુ મોટા ડોમ સાથે તૈયાર કરવામાં આવશે, જે પશ્ચિમ ભારતનું સૌથી મોટું ટેમ્પરરી સ્ટ્રક્ચર પર આયોજિત થનારું ઔદ્યોગિક પ્રદર્શન બનશે. હાલ સુધી 82 ટકા સ્ટોલનું બુકિંગ હાલ સુધીમાં 82 ટકા સ્ટોલનું બુકિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે, જે ઉદ્યોગજગત તરફથી મળેલા અદ્ભુત પ્રતિસાદને દર્શાવે છે. VCCI એક્સ્પો 2026 એ મોટા ઉદ્યોગો, MSME, બહુરાષ્ટ્રીય કંપનીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU), સરકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ, રોકાણકારો અને સપ્લાયર્સને એક જ મંચ પર લાવવાનું કાર્ય કરશે. VCCIના માનદ મંત્રી અમિતભાઈ શાહના જણાવ્યા મુજબ, આ ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ 'વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (VDP)' રહેશે, જેમાં 80થી વધુ મોટા ઉદ્યોગો અને PSU ભાગ લેશે. આ પ્રોગ્રામ દ્વારા MSME એકમોને ડાયરેક્ટ બાયર-સપ્લાયર મીટિંગ્સ, વેન્ડર રજિસ્ટ્રેશન માર્ગદર્શન અને સ્થાનિક સોર્સિંગની શ્રેષ્ઠ તકો મળશે, જે આયાતના વિકલ્પરૂપે સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે. આ ઉપરાંત B2B બેઠકો અને ટેક્નોલોજિકલ સેમિનાર યોજાશે. વિશેષ આકર્ષણ સેમિકન્ડક્ટર કોન્કલેવ VCCIના ઉપ-પ્રમુખ જલેન્દુ પાઠકે ઉમેર્યું હતું કે, નવા ઉદ્યોગસાહસિકો માટે સ્પેસિયલ સ્ટાર્ટઅપ પેવેલિયન પણ તૈયાર કરવામાં આવશે, જ્યાં તેઓ નવીન ઉત્પાદનો રજૂ કરી શકશે. આ વખતનું વિશેષ આકર્ષણ સેમિકન્ડક્ટર કોન્કલેવ અને આંતરરાષ્ટ્રીય સહયોગ રહેશે. સેમિકન્ડક્ટર કોન્ફ્લેવના કન્વીનર સુધીર નાયકે જણાવ્યું કે, આ સત્રમાં VLSI ડિઝાઇન, એડવાન્સ્ડ પેકેજિંગ અને સપ્લાય ચેઇન જેવા વિષયો પર ભાર મૂકાશે, જેથી ગુજરાતના MSME ક્ષેત્રને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નવી તકો મળે. વધુમાં, VCCI Expo 2026 સાથે UAEનું RAKEZ વ્યુહાત્મક સહયોગી તરીકે જોડાયું છે, જે ભારત અને UAE વચ્ચે MSME વેપાર, રોકાણ અને ઔદ્યોગિક સહયોગને નવી ઊંચાઈએ લઈ જશે. 1969થી સક્રિય VCCI હાલ 2,500થી વધુ સભ્ય ઉદ્યોગો અને 17,000થી વધુ MSME એકમોનું પ્રતિનિધિત્વ કરે છે. આ એક્ઝિબિશનમાં Elmex, Matrix Comsec, KEI Industries સહિત અનેક જાણીતી કંપનીઓએ પ્રાયોજક તરીકે સહયોગ આપ્યો છે. વડોદરા અને ગુજરાતના આર્થિક વિકાસને નવી દિશા આપવા માટે આ એક્ઝિબિશન અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan