Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Ahmedabad: સોલા ગામ તળાવ પાસે ડ્રેનેજ લાઇનમાં 4 મજૂરો ખાબક્યા, ફાયર બ્રિગેડનું તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન

📰 Sandesh 🕐 1 min read 📅 October 26, 2026 👁 2 views
Ahmedabad: સોલા ગામ તળાવ પાસે ડ્રેનેજ લાઇનમાં 4 મજૂરો ખાબક્યા, ફાયર બ્રિગેડનું તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સોલા પંથકમાંથી અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. સોલા ગામ તળાવ પાસે આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ની ઊંડી ડ્રેનેજ લાઇનમાં સફાઈ તેમજ સમારકામની કામગીરી દરમિયાન 4 શ્રમિકો અંદર ખાબક્યા હતા. ઝેરી ગેસની ગૂંગળામણના કારણે 2 શ્રમિકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 2 મજૂરોને ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરી બહાર કાઢી ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કામ કરતી વખતે સર્જાયો કાળો કેર સોલા ગામ તળાવ નજીક આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પરિસરમાં આવેલી મુખ્ય ડ્રેનેજ લાઇનમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી.કામ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતાં અથવા ઝેરી વાયુની અસર થતાં ૪ મજૂરો એક પછી એક ડ્રેનેજ લાઇનની અંદર ખાબકી પડ્યા હતા.ગટરમાં રહેલા ઝેરી ગેસ અને પાણીના તેજ પ્રવાહ વચ્ચે શ્રમિકો ફસાઈ જતાં આસપાસના લોકોમાં ભારે હોબાળો અને ચીસાચીસ મચી ગઈ હતી. ફાયર વિભાગનું તાબડતોબ રેસ્ક્યુ ઓપરેશન ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી:ફાયર જવાનોએ ઓક્સિજન સિલિન્ડર અને વિશેષ રેસ્ક્યુ સાધનો સાથે ઊંડી ડ્રેનેજ લાઇનમાં ઉતરીને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે તમામને બહાર કાઢ્યા હતા, પરંતુ કમનસીબે તે પૈકી ૨ મજૂરો ગૂંગળાઈ જવાથી દમ તોડી ચૂક્યા હતા. બેભાન અને ગંભીર હાલતમાં મળી આવેલા અન્ય 2 શ્રમિકોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાબડતોબ નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક જણાવાઈ રહી છે. શ્રમિકોને નિયત સેફ્ટી ગિયર્સ (સુરક્ષા સાધનો) આપવામાં આવ્યા હતા કે કેમ અને જવાબદાર કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે કે નહીં તે અંગે પોલીસે કાયદેસરની તપાસ તેજ કરી છે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan