Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Ahmedabad News: 10 દિવસમાં ફાયરિંગની ચોથી ઘટના, ડ્રગ્સ કેસના આરોપીને પોલીસે મારી ગોળી! Video

📰 Sandesh 🕐 1 min read 📅 October 26, 2026 👁 2 views
Ahmedabad News: 10 દિવસમાં ફાયરિંગની ચોથી ઘટના, ડ્રગ્સ કેસના આરોપીને પોલીસે મારી ગોળી! Video
રાજકોટ-સુરેન્દ્રનગર બાદ હવે અમદાવાદમાં પોલીસ દ્વારા આરોપી પર ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. 10 દિવસમાં આ ફાયરિંગની ચોથી ઘટના છે. જે કારણે આરોપીઓમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કસ્ટડીમાંથી ગુનેગારોના ભાગવાના કિસ્સામાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 25 કરોડના ચકચારી ડ્રગ્સ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી કાફિલ અહેમદે પોલીસ પકડમાંથી નાસી છૂટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સાંજે અંદાજે 4:30 વાગ્યાના અરસામાં સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં આ ફિલ્મી ઢંગની ઘટના બની હતી. મેડિકલ ચેકઅપ માટે લઈ જવાતો હતો આરોપી પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી કાફિલ અહેમદને નિયમિત પ્રક્રિયાના ભાગરૂપે રૂટિન મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન તેણે પોલીસ કાફલાને ચકમો આપીને અચાનક નાસી જવાની ચાલબાજી રમી હતી અને મુખ્ય માર્ગ પર જ પોલીસ કર્મચારીઓ સાથે ભારે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. પોલીસ સાથે ઝપાઝપી થતાં ચલાવવી પડી ગોળી આરોપી દ્વારા ભાગી છૂટવાના આક્રમક પ્રયાસ અને પોલીસ સાથેની મારામારી-ઝપાઝપી દરમિયાન પરિસ્થિતિ વણસી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા અને આરોપીને વધુ આગળ વધતો અટકાવવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. આ દરમિયાન ગોળી વાગવાથી આરોપી કાફિલ અહેમદના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. કડક સુરક્ષા વચ્ચે આગળની કાનૂની કાર્યવાહી શરૂ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. પગમાં ઈજા પામેલા આરોપી કાફિલ અહેમદને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ગંભીર ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની સુરક્ષા વધારી દીધી છે અને ડ્રગ્સ કેસની સાથે આ ભાગવાના પ્રકરણમાં પણ કડક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. =" target="_blank"> = આ પહેલા બનેલી ફાયરિંગની ત્રણ ઘટનાઓ બુટલેગરે SMCની ટીમ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો, પોલીસે કર્યું ફાયરિંગ 22 ઓક્ટોબર: અમદાવાદ શહેરમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે લુકાછૂપીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે દારૂની હેરાફેરી કરતા અસામાજિક તત્વો પર સકંજો કસ્યો છે. અમદાવાદ શહેરના ઇન્દિરા સર્કલ નજીક દારૂ ભરેલી એક શંકાસ્પદ ગાડીને રોકવા માટે ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરે જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના દરમિયાન વાતાવરણ એકદમ તણાવપૂર્ણ બની ગયું હતું અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જેમાં પોલીસે બુટલેગરની કાર પર ફાયરિંગ કર્યું હતું. રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ પર હુમલો, કુખ્યાત બુટલેગર પર પોલીસે કર્યું ફાયરિંગ 16 ઓક્ટોબર: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક મોટી ઘટના સામે આવી છે. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ખાસ ટીમ પર કુખ્યાત અને નામચીન આરોપી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના જવાબમાં પોલીસે કરેલી આત્મરક્ષણાત્મક કાર્યવાહી દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો છે. પોલીસ પ્રશાસનની આ કડક કાર્યવાહીથી અપરાધીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટમાં 1.53 કરોડના લૂંટ વિથ મર્ડર કેસના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, PSI એ ગોળી ધરબી દીધી! 16 ઓક્ટોબર: રાજકોટના બહુચર્ચિત રૂપિયા 1.53 કરોડની લૂંટ વિથ મર્ડર (લાલજી સરધારા હત્યા કેસ) માં રિમાન્ડ હેઠળ રહેલા મુખ્ય આરોપી અનુરાગસિંહ રાજપૂતે હથિયાર રિકવરી માટે લઈ જવાતી વખતે અચાનક પોલીસ ટીમ પર બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. પોતાના બચાવમાં ત્વરિત પગલાં ભરી ક્રાઈમ બ્રાન્ચના PSI વનરાજસિંહ ડોડિયાએ જવાબી કાર્યવાહીમાં એક રાઉન્ડ ફાયરિંગ કરતાં આરોપી પગમાં ગોળી વાગવાથી ઘાયલ થયો હતો.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan