Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘોડાસરમાં યોગેશભાઈ પટેલને ઓસ્ટ્રેલિયા જવા વિદાય અપાઈ, તુલસી કુંજ સિનિયર સિટીઝન દ્વારા પાંચમાં શરદ ગરબાની ઉજવણી, દૂધપૌંઆ વહેંચાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 26, 2026 👁 2 views
મારી સોસાયટી મારી નવરાત્રિ:ઘોડાસરમાં યોગેશભાઈ પટેલને ઓસ્ટ્રેલિયા જવા વિદાય અપાઈ, તુલસી કુંજ સિનિયર સિટીઝન દ્વારા પાંચમાં શરદ ગરબાની ઉજવણી, દૂધપૌંઆ વહેંચાયા
અમદાવાદના ઘોડાસરમાં તુલસી કુંજ સિનિયર સિટીઝન કાર્યક્રમ યોજાયો. સંસ્થાના સભ્ય યોગેશભાઈ પટેલ પુત્રીને મળવા ઓસ્ટ્રેલિયા જવાના હોવાથી તેમને વિદાય આપવા આયોજન કરાયું. સાંજે 5:30 વાગ્યે શરૂ થયેલા કાર્યક્રમમાં તુલસી કુંજ સિનિયર સિટીઝનના સભ્યો, યોગેશભાઈના પરિવારજનો, મિત્રો અને સંબંધીઓ ઉપસ્થિત રહ્યા. યોગેશભાઈએ સંસ્થાને ભજન સમારંભ આપ્યો, જેનો સૌએ આનંદ માણ્યો. ત્યારબાદ રાત્રે 9 થી 11 વાગ્યા દરમિયાન સંસ્થાનો પાંચમો શરદ ઉત્સવ ઉજવાયો. તુલસી કુંજ ભજન મંડળ અને યુવતી મંડળની બહેનોએ શેરી ગરબાનું આયોજન કર્યું. આ ગરબા ઢોલ કે ડીજે વગર, ફક્ત તાલીઓના તાલે અને અંબા માતાની પ્રાર્થના સાથે થયા. રાત્રે 11 વાગ્યે સભ્ય શંકરભાઈ પટેલ દ્વારા દૂધપૌંઆનું યોગદાન અપાયું, જે સૌ સભ્યોએ આરોગ્યા. કાર્યક્રમના અંતે બંને દાતાઓનો આભાર મનાયો. (નરેન્દ્ર પુરાણી, પ્રમુખ)
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan