crime
મહાદેવ બેટિંગ એપ કેસનો મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકાર ઓમાનથી ભારત લવાયો, દેશનું સૌથી મોટું સટ્ટાબાજી નેટવર્ક ચલાવતો હતો
છત્તીસગઢના ચર્ચિત મહાદેવ ઓનલાઇન બેટિંગ નેટવર્કના મુખ્ય આરોપી સૌરભ ચંદ્રાકારને CBI દ્વારા ઓમાનથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવ્યો છે. અન્ય કેન્દ્રીય એજન્સીઓના સહયોગથી થયેલી આ કાર્યવાહી બાદ CBIની વિશેષ ટીમ તેને ભારત લઈ આવી છે. હવે તેને રાયપુર લઈ જઈ CBIની વિશેષ કોર્ટમાં રજૂ કરાશે. સૌરભ CBIના 2 કેસમાં વોન્ટેડ છે અને EDના એક કેસમાં પણ તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ છે.
Read full article on Gujaratsamachar