Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

મુન્દ્રાના રાઘા ગામમાં ખનીજ ચોરીનો પર્દાફાશ:28.330 ટન મોરમ સાથે હાઇવા અને હિટાચી મશીન જપ્ત કરાયા, બે લોકો પકડાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 27, 2026 👁 1 views
મુન્દ્રાના રાઘા ગામમાં ખનીજ ચોરીનો પર્દાફાશ:28.330 ટન મોરમ સાથે હાઇવા અને હિટાચી મશીન જપ્ત કરાયા, બે લોકો પકડાયા
પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને ચોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે મુન્દ્રા તાલુકાના રાઘા ગામની સીમમાં તપાસ હાથ ધરી સાદી માટી એટલે કે મોરમના ગેરકાયદેસર ખનન અને પરિવહનનો મામલો ઝડપી પાડ્યો છે. સ્થળ પરથી મોરમનો 28.330 ટન જથ્થો ભરેલું હાઇવા વાહન તેમજ ખોદકામ માટે ઉપયોગમાં લેવાતું હિટાચી મશીન મળી આવતાં બંને વાહનોને કાયદેસરની કાર્યવાહી હેઠળ ડિટેઇન કરવામાં આવ્યાં છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચનાને પગલે જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન LCBની ટીમ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે રાઘા ગામની સીમમાં હાઇવા વાહનમાં મોરમ ભરેલું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં હાઇવા નંબર GJ-08-AU-2044માં 28.330 ટન મોરમ ભરેલું મળી આવ્યું હતું. વાહનચાલક વિજયસિંહ ગુમાનસિંહ રાઠોડ, રહે. પત્રી, તાલુકો ભુજ, પાસે ખનીજના જથ્થા અંગે રોયલ્ટી અને કાંટા પાવતીની માંગણી કરવામાં આવતાં તે ઉપલબ્ધ ન હોવાનું જણાવાયું હતું. વધુ તપાસ દરમિયાન સ્થળ પર મોરમના ખનન માટે ઉપયોગમાં લેવાતું XE1401 મોડલનું હિટાચી મશીન પણ મળી આવ્યું હતું. મશીનચાલક રજનીશ મીઠાઇલાલ પાલ, મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ રાઘા ગામે રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ખોદકામ માટે જરૂરી પાસ-પરમિટ વિના મોરમનું ખનન કરવામાં આવતું હોવાની બાબત સામે આવી છે. આ મામલે ખાણ-ખનીજ ધારાની કલમ 34 હેઠળ હાઇવા અને હિટાચી મશીન ડિટેઇન કરીને પ્રાગપર પોલીસ મથકે રખાવવામાં આવ્યાં છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે ફ્લાઇંગ સ્ક્વોડને અહેવાલ મોકલવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan