Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

ગોધરા નજીક કાંસુધી પાસે ચાલુ ટ્રેને પટકાતાં મુસાફરનું મોત:દિવાળી મનાવવા બિહાર જઈ રહ્યો હતો યુવક;મૃતકે પત્નીને ફોન કરી ધમકી મળ્યાનું જણાવ્યું હતું;પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 27, 2026 👁 2 views
ગોધરા નજીક કાંસુધી પાસે ચાલુ ટ્રેને પટકાતાં મુસાફરનું મોત:દિવાળી મનાવવા બિહાર જઈ રહ્યો હતો યુવક;મૃતકે પત્નીને ફોન કરી ધમકી મળ્યાનું જણાવ્યું હતું;પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો
પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા કાંસુધી રેલવે સ્ટેશન પાસે ચાલુ ટ્રેનના જનરલ કોચમાંથી નીચે પડી જતાં એક મુસાફરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. મૃતકની ઓળખ સરોજ કામત તરીકે થઈ છે, જે બિહારના દરભંગા જિલ્લાના જયદેવપટ્ટી ગામના વતની હતા. ગોવામાં વાઇન શોપમાં નોકરી કરતા સરોજભાઈ દીપાવલીનો તહેવાર પરિવાર સાથે ઉજવવા ગોવાથી ફરીદાબાદ જવા નીકળ્યા હતા. ટ્રેનમાંથી નીચે પડી જતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પરિવારજનોએ હત્યા કરી હોવાની વ્યક્ત કરી આશંકા આ બનાવમાં મૃતકના પરિવારજનોએ ચોંકાવનારા આક્ષેપો કરીને હત્યાની શંકા વ્યક્ત કરી છે. પરિજનોના જણાવ્યા અનુસાર, મુસાફરી દરમિયાન સરોજભાઈએ પોતાની પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે ટ્રેનમાં કેટલાક અજાણ્યા વ્યક્તિઓ તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. આ ફોન કોલ આવ્યાના થોડા જ સમય બાદ આ દુર્ઘટના બનતાં પરિજનોએ સમગ્ર મામલે રેલવે પોલીસ પાસે તટસ્થ તપાસ કરાવવાની માંગણી દોહરાવી છે. રેલવે પોલીસે હાથ ધરી તટસ્થ તપાસની કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી કરી પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા મોકલી આપ્યો હતો. પરિવારજનો દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને ધ્યાને રાખીને રેલવે પોલીસે આ ઘટનાની દરેક પાસાથી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે, જેથી ઘટના પાછળનું સાચું કારણ બહાર આવી શકે. CDR અને ટાવર લોકેશન આધારે તપાસ તેજ ગોધરા રેલવે પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ મૃતદેહનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે. પરિવારજનોના આક્ષેપોને ધ્યાને રાખીને મરણ જનારના મોબાઇલ નંબરના કોલ ડિટેઇલ રેકોર્ડ તથા ટાવર લોકેશન સહિતની વિવિધ દિશાઓમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવશે. પોલીસ દ્વારા ટ્રેનમાં સાથે મુસાફરી કરનારા અન્ય મુસાફરોની પણ પૂછપરછ કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan