top
સિલ્વર ઓક લો કોલેજમાં ઇન્ટ્રા-મૂટ કોર્ટ સ્પર્ધાનું આયોજન:વિદ્યાર્થીઓએ વકીલાત, કાયદાકીય સંશોધન અને કોર્ટરૂમ કૌશલ્ય પ્રદર્શિત કર્યા
અમદાવાદની સિલ્વર ઓક લો કોલેજ દ્વારા ૨૪ અને ૨૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ 'ઇન્ટ્રા-મૂટ કોર્ટ સ્પર્ધા'નું આયોજન કરાયું હતું. આ સ્પર્ધા વિદ્યાર્થીઓને તેમની વકીલાતની ક્ષમતા, કાયદાકીય સંશોધન કૌશલ્ય અને કોર્ટરૂમમાં કામ કરવાની કુશળતા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ૨૪ ઓક્ટોબરે પ્રારંભિક રાઉન્ડ અને ક્વાર્ટર ફાઈનલ યોજાઈ હતી. જેમાં માનસ રાજદીપ અને કવન પટેલ નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા. ૨૬ ઓક્ટોબરે યોજાયેલી સેમીફાઈનલના નિર્ણાયક સિલ્વર ઓક લો કોલેજના એસોસિયેટ ડીન નેન્સી જૈન હતા. જ્યારે ફાઈનલ રાઉન્ડમાં એડવોકેટ શિવમ ઠક્કર અને એડવોકેટ કરણ પોલ નિર્ણાયક તરીકે રહ્યા હતા.
Read full article on Divya Bhaskar