top
વડોદરામાં સત્યનિષ્ઠા સે સમૃદ્ધિ થીમ હેઠળ રેલી:સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી, દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાના શપથ લીધા
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સતર્કતા જાગૃતિ સપ્તાહ 2026ની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ સપ્તાહની મુખ્ય થીમ સત્યનિષ્ઠા સે સમૃદ્ધિ રાખવામાં આવી છે. ભ્રષ્ટાચાર મુક્ત કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં અને સરકારી તથા કોર્પોરેટ સંસ્થાઓમાં ઈમાનદારી, પારદર્શિતા તેમજ ભ્રષ્ટાચાર મુક્ત કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. આ જાગૃતિ પદયાત્રાનો પ્રારંભ કરાવવા માટે પાવરગ્રીડ પશ્ચિમી ક્ષેત્ર-2ના કાર્યપાલક નિદેશક અરિંદમ ચક્રવર્તી, મુખ્ય મહાપ્રબંધક એસ. કે. દાસ, મુખ્ય મહાપ્રબંધક કુરાવા રાજેન્દ્ર તેમજ વરિષ્ઠ મહાપ્રબંધક અજીત પરિદા સહિતના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વરિષ્ઠ અધિકારીઓના હસ્તે સતર્કતા રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વિવિધ પ્લે કાર્ડ સાથે રેલી નીકળી આ રથ દ્વારા સમગ્ર વિસ્તારમાં નૈતિક મૂલ્યો અને સજાગતાનો સંદેશ પહોંચાડવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાવરગ્રીડ વડોદરા દ્વારા આયોજિત આ પદયાત્રામાં કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ અન્ય સભ્યો મોટી સંખ્યામાં ખૂબ જ ઉત્સાહભેર સહભાગી થયા હતા. પદયાત્રા દરમિયાન તમામ સહભાગીઓએ હાથમાં સતર્કતા જાગૃતિ, અખંડિતતા અને સત્યનિષ્ઠાના વિવિધ સંદેશા લખેલા પ્લે કાર્ડ્સ તથા આકર્ષક બેનરો ધારણ કર્યા હતા. શહેરીજનોમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતિ લાવવા અને નૈતિક આચરણ અપનાવવા માટે આ પદયાત્રા માધ્યમથી બહોળો પ્રચાર-પ્રસાસ કરવામાં આવ્યો હતો. પારદર્શિતા જાળવવા માટેના શપથ લીધા કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ એકત્રિત થઈને દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા અને પોતાની દૈનિક કામગીરીમાં પારદર્શિતા જાળવી રાખવાના દ્રઢ શપથ લીધા હતા. આ પદયાત્રાએ માત્ર એક આયોજન પૂરતી સીમિત ન રહેતા, સંસ્થાકીય અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં ઈમાનદારીના મહત્વને પુનઃસ્થાપિત કરવાનું કામ કર્યું છે.
Read full article on Divya Bhaskar