Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

કોંગ્રેસનું 'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાન:વોટ ચોર, ગદ્દી છોડ'ના નારા સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન, તાપીમાં પણ અભિયાનને જન-જન સુધી પહોંચાડાશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 26, 2026 👁 2 views
કોંગ્રેસનું 'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાન:વોટ ચોર, ગદ્દી છોડ'ના નારા સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન, તાપીમાં પણ અભિયાનને જન-જન સુધી પહોંચાડાશે
દેશભરમાં કોંગ્રેસ દ્વારા ગત 1 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવેલા 'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાનના ભાગરૂપે તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ મતદાર યાદીમાંથી મતદારોનાં નામ દૂર કરવાના મુદ્દે ઉગ્ર અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આ અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપવા માટે તાપી જિલ્લામાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના પૂર્વ ધારાસભ્ય અને AICCના ઓબ્ઝર્વર મોહન જોશીની અધ્યક્ષતામાં યોજાયેલી આ પત્રકાર પરિષદમાં તાપી જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા મોહન જોશી અને કોંગ્રેસના આગેવાનોએ ચૂંટણી પ્રક્રિયા તેમજ મતદાર યાદીમાંથી મોટા પાયે મતદારોનાં નામ દૂર કરવાની કામગીરી સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી પંચ દ્વારા દેશભરમાં અંદાજે 13 કરોડ જેટલા મતદારોના વોટ ડિલીટ કરવાનો (નામ કમી કરવાનો) પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ મુદ્દાને સીધો લોકશાહી અને નાગરિકોના મૂળભૂત મતાધિકાર પરના જોખમ સાથે જોડીને કોંગ્રેસ દ્વારા 'વોટ ચોર, ગદ્દી છોડ'ના નારા સાથે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પત્રકાર પરિષદ દરમિયાન AICC ઓબ્ઝર્વર મોહન જોશીએ અભિયાનની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોના મતાધિકારનું રક્ષણ કરવા અને મતદાર યાદીની સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે કોંગ્રેસ કટિબદ્ધ છે. આગામી દિવસોમાં તાપી જિલ્લામાં પણ આ અભિયાનને જન-જન સુધી પહોંચાડી વધુ વેગવાન બનાવવામાં આવશે તેવો નિર્ધાર કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ વ્યક્ત કર્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan