Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

વળતર જાહેર નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર:વડોદરા મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર ગાડીએ ઓટલા પર બેઠેલા યુવકને કચડી નાંખતા યુવકનું મોત થયું હતું, પરિવારે સયાજી હોસ્પિટલમાં વિરોધ કર્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 27, 2026 👁 1 views
વળતર જાહેર નહીં થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર:વડોદરા મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર ગાડીએ ઓટલા પર બેઠેલા યુવકને કચડી નાંખતા યુવકનું મોત થયું હતું, પરિવારે સયાજી હોસ્પિટલમાં વિરોધ કર્યો
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જશોદાનગરમાં ગઈકાલે પાલિકાની ડોર-ટુ-ડોર કચરાની ગાડીએ કચડી નાંખતા એક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આજે વળતર આપવાની માંગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો અને પરિવારે સયાજી હોસ્પિટલમાં વિરોધ કર્યો હતો. યુવકના મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા જશોદાનગરમાં રહેતા અનિલ ઠાકોર મકરપુરા GIDCમાં નોકરી કરતા હતા. તેમની બહેન ગર્ભવતી હોવાથી સોમવારે તેને ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાનું હતું. જોકે, અનિલભાઈ બહેન સાથે હોસ્પિટલ જઈ શક્યા નહોતા અને બપોરના સમયે ઘરે જ હતા. બપોરે ભોજન લીધા બાદ અનિલભાઈ અને તેમની માતા ઘરની બહાર ઓટલા પર બેઠાં હતાં. તે દરમિયાન અચાનક ડોર-ટુ-ડોર કચરાની ગાડી પૂરઝડપે આવી હતી અને ઓટલા સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અનિલભાઈને નાક અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાસ્થળે ટોળાં એકત્રિત થઈ ગયાં હતાં. સ્થાનિક લોકોએ ગાડીના ચાલકને પકડી લીધો હતો. બીજી તરફ, ગંભીર રીતે ઈજાગ્રસ્ત અનિલભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો. આજે વળતર આપવાની માંગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો જેથી મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan