Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Rajkot News: જેતપુરમાં ડમ્પરની ટક્કરે બાઈકચાલકનું મોત, 1 કલાક સુધી 108 ન મળ્યાનો આક્ષેપ!

📰 Sandesh 🕐 1 min read 📅 October 30, 2026 👁 1 views
Rajkot News: જેતપુરમાં ડમ્પરની ટક્કરે બાઈકચાલકનું મોત, 1 કલાક સુધી 108 ન મળ્યાનો આક્ષેપ!
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને રોષે ભરાયેલા કિસ્સો સામે આવ્યો છે. જેતપુરથી ચારણ સમઢીયાળા પોતાના ઘરે જઈ રહેલા 37 વર્ષીય યુવક વિપુલભાઈ પરમારને ભીડભંજન રોડ પર પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે અડફેટે લીધા હતા. ડમ્પરની જોરદાર ટક્કર વાગવાથી બાઈક ચાલક વિપુલભાઈ રસ્તા પર પછડાયા હતા, જેના કારણે તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108 અને 112ની કામગીરી સામે પરિવારજનોના ગંભીર આક્ષેપ અકસ્માત બાદ સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવ્યા છતાં સમયસર સારવાર ન મળ્યાનો ગંભીર આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ અને 112 ની ટીમ પહોંચી જવા છતાં અંદાજે એક કલાક સુધી ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં કે સમયસર પ્રાથમિક સારવાર આપવામાં આવી ન હતી. બાદમાં જ્યારે તેમને સરકારી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા ત્યારે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. યુવકનું અકાળે અવસાન થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર યુવકના મોત માટે 108 અને 112 ની સેવાઓની ગંભીર બેદરકારી જવાબદાર હોવાનો આક્ષેપ કરી પરિવારજનો અને આસપાસના લોકો રોષે ભરાયા છે. જ્યાં સુધી કસૂરવાર સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અને જવાબદારો સામે પગલાં નહીં ભરાય, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. આ મામલે હોસ્પિટલ પરિસરમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડવાના પ્રયાસો કરી રહ્યો છે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan