crime
આનંદનગરના ખુલ્લા મેદાનમાંથી કારમાં વિદેશી દારૂ ઝડપાયો:એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ, ₹ 8.32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
વડોદરા શહેરમાં આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ અટકાવવા માટે સઘન ચેકિંગ અને ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે LCB ઝોન-4ની ટીમે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી લાખોના વિદેશી દારૂના જથ્થા સાથે 8.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આનંદનગરના મેદાનમાંથી દારૂ ઝડપાયો LCB ઝોન-4ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે આનંદનગરના ખુલ્લા ગ્રાઉન્ડમાં કિરણ પ્રજાપતિ પોતાની ટાટા પંચ કારમાં વિદેશી ઈંગ્લીશ દારૂ ભરીને લાવેલ છે અને હાજર છે. આ બાતમીના આધારે LCB ટીમ દ્વારા આનંદનગર ગ્રાઉન્ડ પાસે ઉપરોક્ત ગાડીને કોર્ડન કરી ચેક કરતા લેવામાં ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક આરોપી ઝડપાયો, બે આરોપી વોન્ટેડ આ કેસમાં પોલીસે કિરણ જીવરાજભાઈ પ્રજાપતિ (રહે. કારેલીબાગ, વડોદરા) નામના આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર રાજ યાદવ (રહે. હરિયાણા) તથા દારૂ લેવા આવનાર અન્ય અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે અલગ-અલગ વિદેશી બ્રાન્ડની 116 બોટલો (કિંમત રૂ. 3,22,500), ફોર વ્હીલર ગાડી અને મોબાઈલ ફોન સહિત કુલ ₹ 8,32,500નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar