Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Sabarkantha News: ખાખી વરદી પર સંકટ, ઇડર-હિંમતનગર હાઇવે પર 112 જનરક્ષક વાહન પલટી જતા ચાલક ઈજાગ્રસ્ત

📰 Sandesh 🕐 1 min read 📅 October 26, 2026 👁 2 views
Sabarkantha News: ખાખી વરદી પર સંકટ, ઇડર-હિંમતનગર હાઇવે પર 112 જનરક્ષક વાહન પલટી જતા ચાલક ઈજાગ્રસ્ત
સાબરકાંઠા જિલ્લામાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ઇડરથી હિંમતનગર તરફ જતા સ્ટેટ હાઇવે રોડ ઉપર પોલીસની ઇમરજન્સી સેવા આપતી 112 જનરક્ષક ગાડી અચાનક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે હાઇવે પર થોડીવાર માટે ભારે દોડધામ મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. રિપેરિંગ કામ કરાવીને પરત ફરી રહી હતી ગાડી પ્રાપ્ત વિગતો અનુસાર, આ 112 જનરક્ષક વાહન કોઈ ટેકનિકલ કામ કે રિપેરિંગ કરાવીને પરત ફરી રહ્યું હતું, તે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો. ગાડી પલટી મારવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે, પરંતુ અચાનક થયેલા આ અકસ્માતને કારણે વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. ચાલકને ગંભીર ઇજાઓ, હિંમતનગર હોસ્પિટલ ખસેડાયો આ અકસ્માતમાં વાહન ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જોતા આસપાસના લોકો અને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે હિંમતનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી, જેના કારણે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ઇડર પોલીસ ઘટના સ્થળે, વધુ તપાસ હાથ ધરી અકસ્માતની જાણ થતા જ ઇડર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થિત નિયંત્રિત કરી હાઇવે પર વાહન વ્યવહાર સામાન્ય બનાવ્યો હતો. પોલીસ દ્વારા 112 જનરક્ષક ગાડી પલટી ખાવા પાછળના અસલી કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan