Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Sanjay Gupta: મિત્રના નિધનથી તૂટ્યા સંજય દત્ત, 'કાંટે 2'ને લઈને કર્યો મોટો વાયદો

📰 Sandesh 🕐 1 min read 📅 October 31, 2026 👁 1 views
Sanjay Gupta: મિત્રના નિધનથી તૂટ્યા સંજય દત્ત, 'કાંટે 2'ને લઈને કર્યો મોટો વાયદો
ફિલ્મમેકર સંજય ગુપ્તા શુક્રવારે રાત્રે, 30 ઓક્ટોબરના પોતાના ઘરના બાથરૂમમાં અચાનક પડી ગયા હતા. માથામાં ગંભીર ઈજા થવાથી અને ખૂબ લોહી વહી જવાને કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આખી રાત તેમના પરિવારજનોને આ દુર્ઘટનાની જાણ પણ થઈ નહોતી. તોમની પાસે બીજી એક કહાની પણ હતી, જેને તેઓ મોટા પડદા પર લાવવા માંગતા હતા. તેઓ પોતાની 2002માં આવેલી લોકપ્રિય ફિલ્મ 'કાંટે'ની સિક્વલ બનાવવાનું આયોજન કરી રહ્યા હતા. આ ફિલ્મ માટે તેઓ ફરી એકવાર સંજય દત્ત સાથે કામ કરવા ઇચ્છતા હતા. હકીકતમાં, તેમણે આ ફિલ્મની વાર્તા વિશે વિચારવાનું પણ શરૂ કરી દીધું હતું અને તેમના મનમાં કલાકારોની એક ખાસ યાદી પણ તૈયાર હતી. દુઃખની વાત એ છે કે હવે તેઓ પોતાનું આ સપનું સાકાર થતું જોઈ શકશે નહીં. મે 2026માં 'ઇનકન્ટ્રોવર્શિયલ પોડકાસ્ટ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ગુપ્તાએ 'કાંટે 2' બનાવવાની પોતાની યોજના વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ અને સંજય દત્ત ફરી સાથે કામ કરવા અંગે ચર્ચા કરી રહ્યા હતા અને એક યોગ્ય વાર્તાની શોધમાં હતા. દિગ્દર્શકે કહ્યું હતું, “અમે સતત સંપર્કમાં છીએ. આગળ શું કરવું તે અંગે કામ કરી રહ્યા છીએ. મારી મુશ્કેલી એ છે કે દરેક વસ્તુ સ્વાભાવિક રીતે થવી જોઈએ.” ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે આખરે તેમને ફિલ્મની સિક્વલ માટે એક પ્રાથમિક વિચાર મળી ગયો હતો. તેઓ આ વાર્તાને આગળ વધારવા માટે ઉત્સાહિત હતા અને તેનું લેખન શરૂ કરવાની તૈયારી કરી રહ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, “અમે 'કાંટે 2' માટે એક પ્રાથમિક વાર્તા તૈયાર કરી લીધી છે. હવે હું તેના પર લખવાનું શરૂ કરીશ.” 'કાંટે'ની સિક્વલ અંગે કરી હતી ચર્ચા ગુપ્તાએ એવા કલાકારો વિશે પણ વિચાર્યું હતું, જેમને તેઓ ફિલ્મની સિક્વલમાં જોવા માંગતા હતા. સંજય દત્ત ઉપરાંત તેમની ડ્રીમ કાસ્ટમાં અભિષેક બચ્ચન, મનોજ બાજપેયી, જયદીપ અહલાવત, વિજય વર્મા અને અલી ફઝલનો સમાવેશ થતો હતો. તેમણે કહ્યું હતું, “જો આજે તમે મને મારી પસંદગીના કલાકારો વિશે પૂછો, તો હું સંજય દત્ત, અભિષેક બચ્ચન અને મનોજ બાજપેયી સાથે 'કાંટે' બનાવીશ. આ ઉપરાંત તેમાં જયદીપ અહલાવત, વિજય વર્મા અને અલી ફઝલને પણ સામેલ કરીશ.” સંજય દત્તે કરી ભાવુક પોસ્ટ બીજી તરફ, સંજય ગુપ્તાના નિધન પર બોલિવૂડ અભિનેતા સંજય દત્તે ખૂબ જ ભાવુક પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું, “મારા ભાઈ, મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે તું હવે આપણી વચ્ચે નથી. આપણે સાથે ઘણું બધું વહેંચ્યું છે. અનેક યાદો અને વર્ષોની મિત્રતા છે. તું હંમેશાં મારા માટે પરિવાર જેવો રહ્યો છે અને આ વાત ક્યારેય બદલાશે નહીં. હું તને ખૂબ યાદ કરીશ. આપણી વાતો અને સાથે વિતાવેલી દરેક ક્ષણ મને યાદ આવશે.” અભિનેતાએ આગળ લખ્યું હતું, “થોડા સમય પહેલાં જ આપણે 'કાંટે 2' વિશે વાત કરી રહ્યા હતા. મારા ભાઈ, હવે તારી યાદમાં હું 'કાંટે 2'ને તારું સપનું બનાવીશ. તારું આ સપનું સાકાર કરવા માટે હું બધું જ કરીશ. હું તને હંમેશાં ખૂબ પ્રેમ કરતો રહીશ. તારા વિના હવે જિંદગી પહેલાં જેવી નહીં રહે, ભાઈ. ઈશ્વર તારી આત્માને શાંતિ આપે.” શુક્રવારે રાત્રે, 30 ઓક્ટોબરના રોજ સંજય ગુપ્તા પોતાના ઘરના બાથરૂમમાં અચાનક પડી ગયા હતા. માથામાં ગંભીર ઈજા થવાથી અને ખૂબ લોહી વહી જવાને કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આખી રાત તેમના પરિવારજનોને આ દુર્ઘટનાની જાણ પણ થઈ નહોતી. વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://sandesh.com/d
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan