Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

Sanjay Gupta: 6 વર્ષ સુધી પત્ની અનુરાધાને મનાવતા રહ્યા સંજય ગુપ્તા, છૂટાછેડા લઇને પછી ફરી તેમની જ સાથે કર્યાં હતાં લગ્ન!

📰 Sandesh 🕐 1 min read 📅 October 31, 2026 👁 1 views
Sanjay Gupta: 6 વર્ષ સુધી પત્ની અનુરાધાને મનાવતા રહ્યા સંજય ગુપ્તા, છૂટાછેડા લઇને પછી ફરી તેમની જ સાથે કર્યાં હતાં લગ્ન!
મુંબઈ અંડરવર્લ્ડ પર અનેક ફિલ્મો બનાવનાર ફિલ્મમેકર સંજય ગુપ્તાનું 30 ઓક્ટોબરની રાત્રે નિધન થયું હતું. 57 વર્ષની ઉંમરે તેમણે મુંબઈમાં આવેલા પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, 30 ઓક્ટોબરે પડી જવાને કારણે આખી રાત તેમનું લોહી વહેતું રહ્યું હતું. તેમના પરિવારમાં પત્ની અને 2 બાળકો છે, પરંતુ પરિવારને આ વાતની જાણ સવારે થઈ હતી. ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. સંજય પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા. એક સમયે બંનેના છૂટાછેડા પણ થઈ ગયા હતા, પરંતુ તેમ છતાં સંજય 6 વર્ષ સુધી પત્ની અનુરાધા લેખીને મનાવતા રહ્યા હતા. છૂટાછેડા પછી ફરી અનુરાધા લેખી સાથે કર્યાં હતાં લગ્ન સંજય ગુપ્તાની મુલાકાત અનુરાધા લેખી સાથે કોલેજના દિવસોમાં થઈ હતી. બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં અને લાંબા સમય સુધી સંબંધમાં રહ્યાં. ત્યારબાદ 18 ઓગસ્ટ 1997ના રોજ સંજયે 22 વર્ષની અનુરાધા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, 6 વર્ષ પછી જ બંનેના છૂટાછેડા થઈ ગયા હતા અને અનુરાધા પોતાના પિયર પુણે જતાં રહ્યાં હતાં. ત્યારબાદ ઘણાં વર્ષો સુધી સંજયને અનુરાધાની ખોટ સાલતી રહી હતી. આખરે 2009માં તેમણે ફરી એકવાર અનુરાધા સાથે લગ્ન કર્યાં હતાં. છૂટાછેડા વિશે સંજયનો અભિપ્રાય ફિલ્મમેકર સંજય ગુપ્તાએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના છૂટાછેડા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે બંને અલગ થઈ ગયા હોવા છતાં સંજય પોતાની પત્ની પર નજર રાખતા હતા. તેમણે કહ્યું હતું, ‘હું એ પાંચ વર્ષ દરમિયાન સતત તેમના પર નજર રાખતો હતો. તેઓ મારા જીવનસાથી છે.’ આ જ ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે જિંદગીમાં અનેક ઉતાર-ચઢાવ વચ્ચે તેમની એક જ ઈચ્છા હતી કે તેઓ અનુરાધા સાથે રહે. તેમણે કહ્યું હતું, ‘મેં સફળતાનો સ્વાદ ચાખ્યો, જીવલેણ અકસ્માતનો સામનો કર્યો. એસિડ ફેક્ટરી, પંખ અને ધ ગ્રેટ ઇન્ડિયન બટરફ્લાય જેવી ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. આ વર્ષે મેં મારી માતાને પણ ગુમાવી. ટૂંકમાં કહું તો જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ આ બધાની વચ્ચે અનુ સાથે રહેવાની મારી ઈચ્છા હંમેશાં રહી.’ અનુરાધાએ જણાવ્યું હતું કે સંજય વારંવાર સાથે રહેવા કહેતા હતા અનુરાધા લેખીએ 2024માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં છૂટાછેડા માટે બંનેને જવાબદાર ગણાવ્યાં હતાં. તેમણે કહ્યું હતું, ‘છૂટાછેડા માટે અમે બંને જવાબદાર હતાં. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે મેં કહી દીધું કે હવે બસ.’ તેમણે જણાવ્યું હતું કે છૂટાછેડા પછી પણ બંનેનો સંપર્ક તૂટ્યો નહોતો. તેમણે કહ્યું હતું, ‘દર 6 મહિને સંજય મને ફરી સાથે રહેવા માટે કહેતા હતા.’ હવે સંજયનો આ પ્રેમ અનુરાધાના દિલમાં હંમેશાં જીવંત રહેશે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan