crime
સોલા STP પ્લાન્ટમાં સુપરવાઈઝર સહિત 4 લોકો ખાબક્યા:ફાયર બ્રિગેડે બેને સુરક્ષિત બહાર કાઢ્યા, અન્ય બે હજુ લાપતા
શહેરના સોલા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના STP પ્લાન્ટમાં વેલ્ડિંગનું કામ કરતાં મજૂર અને સુપરવાઈઝર સહિત 4 લોકો STPમાં પડી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. બે લોકોને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે બે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ સોલા STP પ્લાન્ટમાં HNB એજન્સી નામની કંપનીના ચાર વર્કર વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન વોલ્ડિંગ વર્કર ગેસ બનવાના કારણે બેભાન થઈ જવાથી અંદર પડી હતા જ્યાં. ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા બે લોકો બેભાન હાલતમાં બહાર કાઢીને સોલા સિવિલ હોસ્પિટલમાંમાં મોકલવામાં આવ્યાં હતા. બીજા બે માણસોની શોધખોળ કરી રહી છે. પ્લાન્ટમાં કોણ-કોણ પડ્યું?
Read full article on Divya Bhaskar